Mundaka Upanishad (મુંડક ઉપનિષદ)
મુંડકોપનિષદ અથવા મુંડક ઉપનિષદ પ્રમુખ કે મુખ્ય ગણાતા ઉપનિષદોમાંનું એક છે અને તે અથર્વવેદ સાથે સંકળાયેલું છે. તે ત્રણ અધ્યાયમાં વહેંચાયેલું છે. દરેક અધ્યાયને બે ખંડમાં વહેંચવામાં આવેલ છે. કુલ મળી મુંડક ઉપનિષદમાં ૬૪ શ્લોકો-મંત્રો છે. મુંડક ઉપનિષદમાંના મંત્રો હવન કરવા માટેના નથી પરંતુ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેના છે. આ ઉપનિષદ એના મંત્રો, એમાં વ્યક્ત થયેલ વિશાળ ભાવનાઓ અને એના મંત્રોની ગેયતાને લીધે પ્રસિદ્ધ છે.
મુંડક શબ્દ સંસ્કૃતમાં-મુંડન- પરથી આવ્યો હોવાનું મનાય છે. મુંડનનો અર્થ વાળ ઉતારવા એવો થાય. આ ઉપનિષદને બરાબર જાણ્યા પછી (પરા અને અપરા વિદ્યાના જ્ઞાનથી) માયારૂપી કેશ ખરી પડે એથી કદાચ એનું નામ મુંડક ઉપનિષદ પડ્યું હશે. બહુ જૂજ વાચકો એ હકીકતથી જ્ઞાત હશે કે ભારતના સંવિધાન અને રાજમુદ્રા પર અંકિત અશોકસ્તંભની ઉપરના ચાર વાઘની નીચે લખેલ સત્યમેવ જયતે (સત્યનો હંમેશા જય થાય છે) મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે.