July 19, 2012

ન શીખવા જેવું બધું આવડી જતું હોય છે!


ન શીખવા જેવું બધું આવડી જતું હોય છે!

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ


ખરેખર! એ જ પંખીથી નથી છૂટતો કદી માળો,
કે જેની પાંખમાં આકાશનો અહેસાસ ઓછો છે.
- ફિગાર વસોવાળા
સારું શીખવું પડતું હોય છે અને ખરાબ આપોઆપ આવડી જતું હોય છે. સુવાક્યો યાદ રાખવાં પડે છે અને ગાળ કોઈ શીખવાડતું નથી,છતાં આવડી જતી હોય છે! માણસે સારા રહેવું હોય તો ખરાબથી દૂર રહેવું પડે છે. જિંદગીમાં શીખવાનું એ જ હોય છે કે આપણને ખબર હોય કે શું શીખવા જેવું નથી. માણસ બેઝિકલી સારો જ હોય છે, જ્યાં સુધી બુરાઈને એ પોતાનામાં પ્રવેશવા ન દે ત્યાં સુધી તેની સારાઈ ટકી રહી છે. સારા ન બનો તો કંઈ નહીં, ખરાબથી દૂર રહો તો તમે સારા જ છો. આપણી મુશ્કેલી એ છે કે આપણે ન કરવા જેવું કરીએ છીએ એટલે કરવા જેવું રહી જાય છે!
માણસનો સ્વભાવ છે કે જેની ના પાડવામાં આવે એવું એ પહેલા કરે છે. માણસને પરચો ન મળે ત્યાં સુધી એ સમજતો નથી. એક બાળક હતું. ઘરમાં સળગતા દીવા પાસે જાય ત્યારે તેની માતા તેને કહેતી કે દીવા નજીક ન જા, દાઝી જઈશ. બાળકને એટલી સમજ ન હતી કે દાઝી જવું એટલે શું? તેને સતત કુતૂહલ થતું કે દીવાને અડીએ તો શું થાય? એક દિવસ એ દીવાને અડયો અને દાઝ્યો, પછી કાયમ આગથી દૂર રહેતો. આપણને ત્યારે જ ખબર પડે છે જ્યારે આપણે ઠોકર ખાઈએ છીએ. ઠોકર ખાઈને પણ સમજી જતી વ્યક્તિ શાણી છે, પણ આપણે તો એકની એક ભૂલ વારંવાર કરીએ છીએ!
કોને ખબર નથી કે ગુસ્સો કરવો ખરાબ છે? છતાં દરેક વ્યક્તિ નાની અમથી વાતમાં ગુસ્સે થઈ જાય છે. અશાંત રહેવા માટે પ્રયત્ન કરવા પડતા નથી અને શાંતિ માટે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા કે શિબિરોમાં જવું પડે છે. જિંદગી તો સરળ જ હોય છે,આપણે જ તેને ગૂંચવી નાખતા હોઈએ છીએ. સરળ દાખલાને અઘરો કરી દઈએ છીએ અને પછી કહીએ છીએ કે મને આનો ઉકેલ મળતો નથી!
આપણે ભૂલો કરીએ છીએ અને પછી નામ આપીએ છીએ સંજોગોનું અને નસીબનું. વાંક આપણો હોય તો પણ આપણે દોષનો ટોપલો કોઈના માથે ઢોળવાનું ચાલુ રાખીએ છીએ. માણસને બધું જ બહુ સરળતાથી મેળવી લેવું છે, ટૂંકા રસ્તે મંઝીલે પહોંચવું છે,આપણે શોર્ટકટ્સ શોધતા રહીએ છીએ. લાંચ લેનાર માણસને ક્યારેય એવો વિચાર નથી આવતો કે લાંચ લેતા પકડાઈશ તો શું થશે? એ સતત એવું જ વિચારતો હોય છે કે શું ધ્યાન રાખું તો લાંચ લેતા ન પકડાઉં? માણસે એટલું બધું દૂર જવું ન જોઈએ કે જ્યાંથી એ ઇચ્છે તો પણ પાછો ન ફરી શકે. આપણે કેટલું બધું ન શીખવાનું શીખી લેતા હોઈએ છીએ? એક બાળક શાળામાં શિક્ષકના મોઢે ખોટું બોલ્યો. શિક્ષકે થોડાક સવાલો પૂછયા તો પકડાઈ ગયો. આખરે શિક્ષકે તેને સવાલ કર્યો કે "તને ખોટું બોલતા કોણે શીખવ્યું?" બાળકે જવાબ આપ્યો કે "કોઈએ નહીં, એ તો હું મારી રીતે વિચારીને જ બોલ્યો હતો." શિક્ષકે પછી કહ્યું કે, "તને જેટલું શીખવાડાય એટલું જ શીખ અને તને અમારી પાસે સારું શીખવા જ મોકલ્યો છે. અમે તો તને સારું જ શીખવ્યું, તારે શું શીખવું એ તારે નક્કી કરવાનું છે."
જિંદગીમાં આપણે કેટલું બધું નકામું શીખતા હોઈએ છીએ? એક પ્રોફેસરે કોલેજમાં વિદ્યાર્થીઓને કહ્યું કે 'લર્ન કરવું' એ સારી વાત છે, પણ તેનાથી મોટી વાત 'અનલર્ન' કરતા શીખવાની છે! હા, આપણે દરેક વસ્તુ ભૂંસી કે ભૂલી શકતા નથી, પણ આપણે ઇચ્છીએ તો ખંખેરી જરૂર શકાય. આપણે કહીએ છીએ કે સંઘરેલો સાપ પણ કામ લાગે પણ સાપ કયારેય સંઘરાય નહીં, કારણ કે સંઘરેલો સાપ ક્યારેક ડંશ પણ મારી દે! જે કરવા જેવું હોય એ જ કરવું જોઈએ.
એક યુવાન ગુરુ પાસે બાણવિદ્યા શીખવા ગયો. ગુરુ તેને તીર અને કમાન ગોઠવીને પણછ ખેંચવાનું કહે. એ યુવાન ખોટી આંગળીથી તીર ખેંચે અને દરેક વખતે તીર નિશાન ચૂકી જાય. છેવટે ગુરુએ કહ્યું કે આ તું જે તારી રીતે કરે છે એ ખોટું છે, તું એ ભૂલ સુધારી લે. અમે મોટા ભાગે સફળ કેમ જવું એ શીખવાડતા જ નથી પણ નિષ્ફળ કેમ ન જવું એ જ શીખવાડતા હોઈએ છીએ. તમે તમારી ખામીઓને સુધારી લો તો તમે સફળ થવાના જ છો.
સારું તો આપણને સતત શીખવવામાં આવે છે. કેમ સુખી થવું તે વાત વારંવાર આપણી સામે આવે છે, પણ આપણે તેને ગણકારતા નથી. ખોટું ન બોલવું, ગુસ્સો ન કરવો, સ્વાર્થ ન રાખવો, વેરઝેર આફત જ નોતરે છે. કોઈનું બૂરું ન ઇચ્છવું, કોઈને નફરત ન કરવી, કોઈને દગો ન કરવો, કોઈનો વિશ્વાસ ન તોડવો, આમાંથી કઈ વાત આપણને ખબર નથી? બધી જ વાત આપણને બચપણથી શીખવવામાં આવે છે, પણ આપણે કેટલું શીખીએ છીએ? આપણે એવું જ કરીએ છીએ જે આપણને કોઈએ શીખવ્યું હોતું નથી. આપણી જાતે જ આપણે બધું શીખતા હોઈએ છીએ તો પછી પરિણામ ભોગવવાનો વારો આવે ત્યારે બીજાને દોષ શા માટે દેવાનો? આપણાં સુખ અને દુઃખનું કારણ આપણે જ હોઈએ છીએ. આપણને ગમે એવું શીખવાડવામાં આવે પણ સરવાળે તો આપણે જે શીખવું હોય એ જ આપણે શીખતા હોઈએ છીએ. તમે નક્કી કરો કે તમારે શું શીખવું છે! તમારે સારું શીખવું હશે તો કોઈ તમને રોકી નહીં શકે અને તમારે બૂરું જ શીખવું હશે તો કોઈ તમને અટકાવી નહીં શકે.
આપણે આખી જિંદગી આપણી જ વ્યક્તિની દુખતી રગ શોધતા રહીએ છીએ અને પછી એ દબાવતા રહીએ છીએ. આપણને કેમ સુખની રગ શોધવાની ઇચ્છા થતી નથી? કોઈને દુઃખી જોવા ઇચ્છતી વ્યક્તિ ક્યારેય સુખી થતી નથી! દરેક વ્યક્તિને ખબર હોય છે કે એનું સુખ શેમાં છે, પણ એને જે ખબર હોય છે એ કરી શકતો નથી.
તમે શું શીખો છો તેના ઉપરથી જ નક્કી થતું હોય છે કે તમે કેવા છો. તમે કેવા છો એ સમજવું હોય તો તમે એ જાણી લો કે લોકો તમારી ગેરહાજરીમાં તમારા વિશે શું બોલે છે? જોકે આપણે લોકો આપણી હાજરીમાં જે બોલે છે એને જ સાચું માની લઈએ છીએ. આપણે એવું જ કરીએ છીએ જેને આપણે સાચું માનતા હોઈએ છીએ. આપણે જે સાચું માનીએ છીએ એ ખરેખર સાચું છે કે નહીં તે સમજવાની પણ આપણે દરકાર કરતા નથી. આપણે જ નક્કી કરી લઈએ છીએ કે આમ જ હોય, આ જ રીત સાચી છે. ખોટી વાત આપણને બહુ ઝડપથી સાચી લાગતી હોય છે. આપણે કહીએ અને સાંભળીએ છીએ કે દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે... દુનિયા ઝૂકી એટલે આપણે આપણી જાતને સાચી માની લેતા હોઈએ છીએ. આપણી ઝુકાવવાની રીત સાચી છે કે ખોટી એ વિચારવાની આપણે તસ્દી લેતા નથી.
ઘણી સફળતા પણ ભ્રામક હોય છે. સાચા રસ્તે અને ખરી મહેનતે મળતી સફળતા જ સુખ અને શાંતિ આપે છે. તમારો માર્ગ તમે નક્કી કરો, પણ એ માર્ગ સાચો છે તેની પહેલાં ખાતરી કરો. શું કરવું છે એ નક્કી કરતા પહેલાં શું નથી કરવું એ નક્કી કરો, એ પછી તમે જે કરશો એ સાચું અને સારું જ હશે.
આપણી જાતે જ આપણે બધું શીખતા હોઈએ છીએ તો પછી પરિણામ ભોગવવાનો વારો આવે ત્યારે બીજાને દોષ શા માટે દેવાનો? આપણાં સુખ અને દુઃખનું કારણ આપણે જ હોઈએ છીએ. આપણને ગમે એવું શીખવાડવામાં આવે પણ સરવાળે તો આપણે જે શીખવું હોય એ જ આપણે શીખતા હોઈએ છીએ. તમે નક્કી કરો કે તમારે શું શીખવું છે! તમારે સારું શીખવું હશે તો કોઈ તમને રોકી નહીં શકે અને તમારે બૂરું જ શીખવું હશે તો કોઈ તમને અટકાવી નહીં શકે
છેલ્લો સીન
આદતોને જો રોકવામાં ન આવે તો તે બહુ ઝડપથી ટેવ બની જાય છે.
-          સંત ઓગસ્ટિન

કોમ્યુનિટી મોબિલાઇઝેશન અને એસ.એમ.સી. (શાળા વ્યવસ્થાપન સમિતિ)


એસ.એમ.સી.

કોમ્યુનિટી મોબિલાઇઝેશન અને એસ.એમ.સી. (શાળા વ્યવસ્થાપન સમિતિ)
કોમ્યુનિટી મોબિલાઇઝેશન વિષે: 
આપણા ગામનો વિકાસ કરી શકે તેવા આપણા પોતાનાજ સમાજમા અત્યંત મૂલ્યવાન સ્ત્રોત આપણા પોતાનાજ લોકોમાથી મળે છે. જે બાબતથી આપ સૌ સારી રીતના વાકેફ હશો. સમુદાયના લોકો વચ્ચે સહકાર મહત્વનો છે માટે કોમ્યુનિટી સ્વનિર્ભરતા અને વિકાસમા તેઓનું મહત્વનું યોગદાન છે. આ સમુદાય ગામની અંદર હાજર સ્ત્રોતોનો ઉપયોગ કરી, યોજના ઘડી તેનો સારી રીતના ઉપયોગ કરી શકાય તેવા પ્રકારના કામ માટે નિમાયેલ છે. 

શું કોમ્યુનિટી મોબિલાઇઝેશન જરૂરી છે?

માણસોનું ઉપયુક્ત સંચાલન કરવા માટે કોમ્યુનિટી મોબીલાઈઝેશન મહત્વનો ભાગ ભજવે છે. તે જેતે કાર્યને અનુલક્ષીને યોજના બનાવે છે અને તેના ઉપર પુરો અમલ થાય તેનું ધ્યાન રાખે છે. તથા તેઓ તેમના સમુદાયના જીવન પરિવર્તન માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. કોમ્યુનિટી મોબીલાઈઝેશન સમાજમા થી બીજા લોકોને કોમ્યુનિટીમા જોડવા માટેની તક પણ આપે છે. 

·                  જરૂરિયાતોને ઓળખી તેને પૂરી કરી, સમુદાયને કામ કરવા માટે પ્રોત્સાહિત કરો
·                  સારું નૈતૃત્વ કરી તથા લોકશાહીના હિતમા નિર્ણય લેવા તેવું સમાજમા ઉદાહરણ આપો.
·                  ખાસ પ્રકારના કામ કરી શકે તેવા વિવિધ પ્રકારના નિપુણ લોકોને શોધો.
·                  સમુદાયમા તમામ ઉપલબ્ધ સ્ત્રોતોને ઓળખો.
·                  સ્ત્રોતોનો સારી રીતના ઉપયોગ કરી શકાય તેવી યોજના બનાવો.
·                  સમુદાયને આવી સેવા આપવા માટે પ્રેરિત કરો.

સમૂદાયના ભાગ લેવાથી થતા ફાયદા
·                  શાળા સામાજિક સંસ્થા સાથે જોડાયેલ હોય તેવું સાબિત થવું જોઈએ તથા કમ્યુનિટી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એક કડી તરીકે સંસ્થા સાથે જોડાયેલ હોવું જોઈએ.
·                  અગ્રીમ અને અત્યંત જરૂરી હેતુ, શાળાનું મહત્વ સારી રીતના વાલીઓ સમજી શકે તેવું હોવું જોઈએ.
·                  જરૂરિયાતોને સમજીને સમૂદાયને પ્રોત્સાહિત કરો.

શાળા વ્યવસ્થાપન સમિતિનો પરિચય (SMCs):

RTE
ના ધ્યેયને પાર પાડવા તથા તેનું પ્રત્યક્ષીકરણ કરવામા (SMCs)ની મહત્વની ભૂમિકા છે. (SMCs) તેના પોઝીટીવ તથા રચનાત્મક સંવાદ ક્રિયા મારફતે સારી શાળા માટેની કામગીરી તરફ કામ કરી શકે છે. SMC દ્વારા હકારાત્મક પગલાં અને તેઓની સાતત્ય ગતિશીલતાથી સમાજમા બદલાવની ભાવના આકાર લઇ શકશે. પહેલા પોતાના સમુદાયમા પછી સંપૂર્ણ માનવ સમાજમા આ રીતની ભાવના જાગૃત થશે.

દરેક સરકારી અને સરકારી અનુદાન (ગ્રાન્ટેડ) મેળવતી શાળાઓ માટે RTE એક્ટ 21 વિભાગ પ્રમાણે SMCs રચના કરવાની રહેશે.
સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની રચના:
દરેક શાળામા (SMC) ની રચના કરવામા આવેલ છે. જે શાળાની અંદર (SMC) ની રચના ના થયેલ હોય તેવી દરેક શાળામા સમિતિની રચના એપોઈન્ટ મળ્યા ના ૬ મહિનાની અંદર સ્કૂલ વ્યવ્ય્સ્થાપન સમિતિની રચના કરવામા આવશે. આ સમિતિમા દર ૨ વર્ષે બદલાવ કરવાનો તથા નવા સભ્યોનો ઉમેરો કરવાનો રહશે. આ સમિતિમા ૫૦% સ્ત્રીઓને આરક્ષિત કરવાની રહશે. સ્કૂલ વ્યવસ્થાપન સમિતિમા ૧૨ સભ્યોની નિમણુંક કરવાની રહશે.
સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની રચનામા ૭૫% સભ્યો, શાળાની અંદર ભણતા બાળકોના વાલીઓ અથવા તેમના માતા-પિતા માંથી રાખવાના રહેશે. જેથી શાળાની અંદર ચાલતી અવ્યવસ્થાની સાચી માહિતી મેળવી તેનું નીરાકરણ લાવવામા મદદ મળે. 
બાકીના ૨૫% સભ્યોની નીચે દર્શાવ્યા પ્રમાણે રચના કરવાની રહશે. 
a.                ત્રીજા ભાગના સભ્યો સ્થાનિક સત્તા દ્વારા ચુંટાયેલા સભ્યો અથવા તો અર્ધસરકારી શાળાઓના મેનેજમેન્ટના સભ્યો તથા ટ્રસ્ટી મંડળ માંથી લેવાના રહશે.
b.               ત્રીજા ભાગના એવા સભ્યો હશે કે જે શાળાના શિક્ષક હોંય અને તેમને જે તે શાળાની શિક્ષક સમિતિ માંથી ચુંટવામા આવેલ હોય.
c.                બાકી રહેલ ત્રીજા ભાગમા સામાજિક મદદગાર અથવા તો વિદ્યાર્થી ની નિમણુંક તેમના વાલીની પરવાનગી સાથે કરવાની રહેશે.
d.               એક સભ્ય જે સ્થાનિક કડીયો હોય તેવા સભ્યની રચના સમિતિ દ્વારા કરવાની રહેશે.
જટિલ સમસ્યાઓના ઉકેલ માટે સમિતિમા સમિતિના ચેરપર્સન અથવા તો વાઈસ ચેરપર્સનની નિમણુંક કરવાની રહેશે. આ હોદ્દાઓની નિમણુંક સમિતિમા સમાવાયેલા વાલી મંડળ, મુખ્ય શિક્ષક, પૂર્વ મુખ્ય શિક્ષક માંથી હોઈ શકે.
સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની કામગીરી: (ભૂમિકા અને જવાબદારીઓ)
આ સમિતિની કાર્યરચના કલમો સ્પષ્ટ (એ) થી (ડી) ઉપ વિભાગ (2), ના અધિનિયમ 21 પ્રમાણે નીચેના દર્શાવેલ કાર્યો, કે જેના માટે જે તે સભ્યોએ કામ કરવાનું રહશે.
a.                સરળ અને સર્જનાત્મક સંપર્ક વ્યવહાર કરીને બાળકોના ઉત્થાન માટેના કામ નિયમોને આધીન રહીને કરવાના રહેશે. તથા રાજ્ય સરકારની ફરજો, સ્થાનિક સત્તાની ફરજો, શાળાની ફરજો, વાલીઓની ફરજોનું યોગ્ય પાલન થાય તેનું ધ્યાન રાખવું પડશે.
b.               કલમ-૨૪ અને ૨૮ ના ઉપભાગ (એ) અને (બી) પ્રમાણે અમલીકરણ થાય છે કે કેમ તેની ખાતરી આપવાની રહેશે.
c.                કલમ નંબર-૨૭ પ્રમાણે કોઈપણ શિક્ષક બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હોવાથી મુખ્ય ફરજો માથી વંચિત નથી રહેતોને તેની કાળજી લેવાની રહેશે.
d.               દરેક ગ્રામ્ય વિસ્તાર માથી બાળક નિયમિત પણે શાળામા હાજર રહે છે કે કેમ તેની ખાતરી કરવાની રહેશે.
e.                દર્શાવેલ દરેક નિયમોનું યોગ્ય પણે પાલન થાય છે કે કેમ તેનું ધ્યાન રાખવાનું રહશે.
f.                ધારા ક્રમાંક (૩)ના ઉપ ભાગ-૨ મા દર્શાવેલ પ્રમાણે કોઈપણ બાળક સાથે કોઈપણ પ્રકારની ગેરરીતી, શારીરિક કે માનસિક હેરાનગતિ, શાળા માથી નામ કમી કરવું કે અન્ય અસહનીય બાબતનું તુરંત જ સ્થાનિક સત્તાની ધ્યાનમા લાવવાનું રહેશે.
g.               નિયમ ક્રમાંક-૪ પ્રમાણે, દરેક કામની દેખરેખ અને તેની જરૂરિયાતો પર પૂરતું ધ્યાન આપી તેને અમલીકરણમા મુકવાનું રહેશે તથા દરેકનું નિયમિત પણે અવલોકન કરવાનું રહેશે.
h.               શારીરિક રીતે વિકલાંગ બાળકો તથા માનસિકરીતે અસ્વસ્થ બાળકોની નિયમિત પણે શાળામા હાજરી, તેમની જરૂરિયાતોનું ધ્યાન તથા બીજા બાળકો સાથેની તેમની હિસ્સેદારી બરાબર અને નિયમિત છે કે નહિ તેનું ધ્યાન રાખવાનું રહેશે.
i.                 મધ્યાહન ભોજન વ્યવસ્થાનું અમલ બરાબર થાય છે કે નહિ તેનું ધ્યાન રાખવાનું રહેશે.
j.                 શાળાના વાર્ષિક હિસાબ કિતાબ તથા તેમાં થયેલ ખર્ચની નોંધ રાખવાની રહેશે.
કોઈપણ એક્ટ હેઠળ તેના કાર્યો સ્રાવમાં સમિતિ દ્વારા પ્રાપ્ત થયેલ નાણાંને જમા કરવામાં આવશે અને તે નાણાની નોધણી અલગ ખાતામા કરવાની રહેશે. દર વર્ષ દીઠ તે ખાતાની ચકાસણી કરવામા આવશે.
પેટાનિયમ-૭ પ્રમાણે સમિતિ દ્વારા થયેલ કોઈપણ ખર્ચનો હિસાબ જે તે સમિતિના અધ્યક્ષ કે ઉપઅધ્યક્ષની સહી સાથે સ્થાનિક સત્તાને એક મહિનાની અંદર તે ખર્ચનો હિસાબ આપવાનો રહેશે.
આ સમિતિ દર શૈક્ષણિક શાળા વિકાસ નિયમ 17 હેઠળ તૈયાર યોજનાના અમલીકરણના રિપોર્ટ તથા વર્ષના અંતે તેની આકારણી આપી, વાર્ષિક અહેવાલ તૈયાર કરવાનો રહેશે. આ અહેવાલ વર્ષ દરમ્યાન સમિતિ દ્વારા હાથ ધરવામાં પ્રવૃત્તિઓ સંક્ષિપ્ત એકાઉન્ટ્સ ધરાવે છે કે કેમ તેની ચકાસણી કરવાની રહેશે. આ અહેવાલની એક નકલ ક્લસ્ટર રિસોર્સ કેન્દ્ર સંબંધિત કોઓર્ડિનેટરને મોકલવામાં આવશે, અને તેને ગ્રામ સભામા પણ મુકવાની રહેશે.
આ સમિતિ એક ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછી એક વખત મળવાની અને બેઠકો કરવાની રહેશે. આ બેઠકોમાં લેવાયેલ તમામ નિર્ણય યોગ્ય રીતે સુચી બનાવી તેને જાહેરમા ઉપલબ્ધ કરવાની રહેશે.
શાળા વિકાસ યોજનાની તૈયારી (SDP):
અધિનિયમ પ્રમાણે સ્કૂલ વ્યવસ્થાપન સમિતિએ હિસાબી વર્ષના અંત પહેલા ઓછામા ઓછા ત્રણ મહિના અગાઉ શાળા વિકાસ યોજના બનાવીને આપવાની રહેશે.
શાળા વિકાસ યોજના ઓછામા ઓછા ત્રણ વર્ષની રહેશે, દરેક વર્ષની યોજનામા જેના ભાગોનો સમાવેશ કરવાનો રહેશે.
શાળા વિકાસ યોજનામા નીચે દર્શાવેલ બાબતોનો સમાવેશ કરવો: 
a.                વર્ગ મુજબ પ્રવેશતા બાળકોનો અંદાજીત આંક.
b.               નિયમોને આધીન ઓછામા ઓછા ત્રણ વર્ષના સમયગાળા માટે ધોરણ-૧ થી ૫ તથા ૬ થી ૮ મુજબ કેટલા મુખ્ય શિક્ષક, વિષય શિક્ષક, પાર્ટ ટાઈમ શિક્ષકની જરૂરિયાત રહેશે તે અલગ અલગ જણાવવાનું રહેશે.
c.                નિયમોને આધીન ઓછામા ઓછા ત્રણ વર્ષ માટે શાળામા કઈ કઈ વસ્તુની જરૂરિયાત તથા બાંધકામ અંગેની જરૂરિયાત રહેશે તેનો હિસાબ કરીને જણાવવાનું રહેશે.
d.               કલમ ક્રમાંક (બી) અને (સી) મા દર્શાવેલ મુજબ ત્રણ વર્ષની અંદર રહેલ વધારાના નાણાની જરૂરિયાત, કલમ ક્રમાંક-૪ પ્રમાણે વધારાની શૈક્ષણિક ક્ષેત્રેની જરૂરિયાત જેવી કે, ટ્રેનીંગ, પાઠ્યપુસ્તક, ગણવેશ વગેરેની જરૂરિયાત જણાવવાની રહેશે.
શાળા વિકાસ યોજનાની દરેક વિગત શાળા વ્યવસ્થાપન સમિતિના મુખ્ય અધ્યક્ષ, ઉપઅધ્યક્ષ દ્વારા ચકાસણી કરી સહી કરીને સ્થાનિક સત્તાને વર્ષના અંતે રજુ કરવાની રહેશે.