December 10, 2018

શિક્ષકોની યાદી અને સરનામા

દાહોદ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
                  દાહોદ આદિજાતીની વસ્તી તથા ડુંગરાળ અને જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. વિસ્તારની ફષ્ટિએ ૩૮૬૬ ચોરસ કિમી સાથે રાજયના કુલ વિસ્તારનો ૪.૪ ટકા વિસ્તાર રોકે છે. જિલ્લાની ઉત્તર સીમા સાબરકાંઠા અને રાજસ્થાન, ૫શ્ચિમ સીમા બરોડા અને ખેડા, દક્શિન સીમા બરોડા અને મઘ્યપ્રદેશ તથા પૂર્વ સીમા મઘ્યપ્રદેશને અડકે છે. જિલ્લાની મોટા ભાગની જમીન સરેરાશ દરિયાની સપાટીથી ર૦૦ મીટર ઊંચાઈ ધરાવે છે. જિલ્લાની જમીન મોટે ભાગે બિનવર્ગીકૃત જંગલ વિસ્તાર તથા સિંચાઈની સુવિધા વગરની છે.
આમ કુલ વસ્તી ૧૬,૩૬,૪૩૩ વસ્તી - અનુસુચિત જાતિ ૩ર,૮૮૪ (કુલ વસ્તીના ર.૦૧%), વસ્તી - અનુસુચિત જનજાતિ ૧૧,૮ર,૫૦૯ (કુલ વસ્તીના ૭ર.૩૧%), તાલુકાની સંખ્યા ૭, ગામની સંખ્યા ૬૯૭, શહેરોની સંખ્યા ૪, ગ્રામપંચાયત ની સંખ્યા ૪૫૯ છે.
દાહોદ જિલ્લામાં સાક્ષરતા દર પુરૂષ - ૫૯.૪૫ સ્ત્રી - ૩૧.૭ મળી કુલ ૪૫.૬૫ છે.
પ્રાથમિક શિક્ષણને લગતી તમામ કામગીરી જેવી કે શિક્ષકોનુ મહેકમ, શિક્ષકોની ભરતી બદલી, શિક્ષકશ્રીઓના ૫ગાર, પેન્શન, શાળાના બાંધકામ તથા ભૌતિક સુવિધા આ૫વામાં આવે છે.
શાળા કક્ષાએ તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ વિવિધ પ્રકારની રમત યોજી ઈનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે.
૧૫ મી ઓગષ્ટ, ર૬ મી જાન્યુઆરી, પ્રવેશોત્સવ દરમ્યાન શાળાઓમાં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃતિઓ જેવી કે રાસ-ગરબા, નાટક, એકપાત્રીય અભિયન વગેરે યોજવામાં આવે છે.
જિલ્લામાં ૩૫ જેટલી પ્રા.શાળાઓમાં કોમ્પ્યુટર લેબ તૈયાર કરવામાં આવેલ છે. જેના ઘ્વારા શિક્ષકોને કોમ્પ્યુટર તાલીમ આપી બાળકોને કોમ્પ્યુટર જ્ઞાન આ૫વામાં આવે છે. એન.પી.જી.ઈ.એલ. અંતર્ગત ૯૫ શાળામાં કોમ્પ્યુટર આ૫વામાં આવેલ છે. જેના ઘ્વારા કોમ્પ્યુટરની તાલીમ બાળકોને આ૫વામાં આવે છે.

શિક્ષકોની યાદી અને સરનામા માટે અહીં ક્લિક કરો.