January 3, 2013


Gunotsav 2010 Reports

District  
              
Taluka  
                 
TOP 5 SCHOOL IN THE TALUKA


Sr. No
School Code
School Name
Village
Cluster
Block
District
Marks
Grade
1
24180107512
HASUBEN GIRLS PRI.SHALA
DAHOD
TALUKASHALA
DAHOD
DAHOD
8.35
B
2
24180101401
MAHENDI FALIYA PRI.SHALA
RANPUR BUZARG
BHATHIWADA
DAHOD
DAHOD
8.16
B
3
24180100901
NAVAGAM MU.PRI.SHALA
NAVAGAM
BORDI
DAHOD
DAHOD
8.13
B
4
24180100301
BORDI SARKARI PRI.SHALA
BORDI SARKARI
BORDI
DAHOD
DAHOD
7.89
B
5
24180100109
BAVKA PATEL FALIYA SHALA
BAVKA
BAVKA
DAHOD
DAHOD
7.6
B

December 27, 2012

વિઘાદીપ યોજના




વિઘાદીપ યોજના

ક્રમાંક : પ્રા.શિ.નિ./ચ-૧/૦૮/૧૭૮૦-૧૮૦૪ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્‍લોક નં. ૧૨/૧, ડૉ. જી. મ. ભવન, ગુ. રા., ગાંધીનગર,તા. ૨-૬-૨૦૦૮.
પ્રતિ,
જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્‍લા શિક્ષણ સમિતિ,
તમામ, શાસનાધિકારીશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, તમામ
વિષય : ગુજરાત સામુહિક જુથ (જનતા) અકસ્‍માત વિમા યોજના વિમાની કામગીરી વચગાળાની વ્‍યવસ્‍થા તરીકે વિમા નિયામકશ્રી દ્વારા હાથ ધરવા બાબત.
સંદર્ભ : (૧) ગુજરાત સરકાર, નાણાં વિભાગનાં, ઠરાવ ક્રમાંક : જવય / ૧૦૦૪/૬૮૧ (૨૧) ઝ, તા. ૨૫-૬-૨૦૦૭, અને ઠરાવ ક્રમાંક : જવય / ૧૦૦૪/૬૮૧ (૨૧) પાર્ટ , તા. ૩૧-૩-૨૦૦૮, તથા (૨) વિમા નિયામકની કચેરી, રાજ્ય વિમા નિધિ, ગાંધીનગરનાં પત્ર ક્રમાંક : વિ.નિ. / વિકાસ / પુ. ૧/ જીપીઓ ૧૭૨૩, તા. ૯-૪-૨૦૦૮ અને પત્ર ક્રમાંક : વિ.નિ. / વિકાસ / પુ. ૧ / જીપીએ/૨૪૦૦૦, તા. ૨૧-૫-૨૦૦૮
              ઉપરોકત વિષય પરત્‍વે જણાવવાનું કે, ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગનાં ઠરાવ ક્રમાંક : પીઆરઇ/૧૨૦૧/ઇએમ/૩૩૯/કઇ તા. ૧૫-૩-૨૦૦૨ થી, માધ્‍યમિક, ઉચ્‍ચતર માધ્‍યમિક, અને પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ માટે વિમા રક્ષણ આપવા બાબતની ‘‘વિદ્યાદીપ વિમા યોજના’’ અમલમાં મૂકવામાં આવેલ હતી. જેના બદલે, સંદર્ભ : (૧) માં જણાવેલ ગુજરાત સરકાર, નાણાં વિભાગનાં ઠરાવ ક્રમાંક : જવય / ૧૦૦૪/૬૮૧(૨૧) ઝ, તા. ૨૫-૬-૨૦૦૭ (નકલ સામેલ છે.) થી, ‘‘ગુજરાત સામુહિક જુથ (જનતા) અકસ્‍માત વિમા યોજના’’ તા. ૧-૪-૨૦૦૮ થી અમલમાં મૂકવામાં આવેલ છે.
આ બાબતે, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તથા શાસનાધિકારીશ્રીઓની તા. ૪-૪-૨૦૦૮ નાં રોજ રાખેલ બેઠકમાં, ગુજરાત સરકાર, નાણાં વિભાગનાં, સંદર્ભ : (૧) માં જણાવેલ ઠરાવ ક્રમાંક : જવય / ૧૦૦૪/૬૮૧ (૨૧) પાર્ટ , તા. ૩૧-૩-૨૦૦૮ ની નકલ રૂબરૂમાં આપવામાં આવેલ હતી. જે મુજબ, માહે : એપ્રિલ ૨૦૦૮ માં બનેલ બનાવોને લગતાં કેસો વચગાળાની વ્‍યવસ્‍થા તરીકે, વિમા નિયામકશ્રીની કચેરીને મોકલવાના થતા હતાં. હાલ સંદર્ભ : (૨) માં જણાવેલ વિમા નિયામકની કચેરીનાં તા. ૨૧-૫-૨૦૦૮ નાં પત્ર (નકલ સામેલ છે. ) થી, માહે : મેં ૨૦૦૮ દરમ્‍યાન બનેલ બનાવોને લગતાં કેસો પણ વચગાળાની વ્‍યવસ્‍થા તરીકે, વિમા નિયામકશ્રીની કચેરીને મોકલવા જણાવવામાં આવે છે. સાથોસાથ, આ યોજનાનાં લાભાર્થી / વારસદારે કરવાની અરજીનો નમૂનો, તે સાથે જોડવાનાં કાગળોનું ચેકલીસ્‍ટ, તેમજ અન્‍ય નિયત નમૂના પણ મોકલી આપેલ છે. તો આ યોજના અંતર્ગત તા. ૧-૪-૨૦૦૮ થી જે દાવાઓ ઉદભવેલ હોય, તેના વળતર માટેની નિયત નમૂનામાં અરજીઓ આપની કક્ષાએથી જરૂરી ચકાસણી કરી, આવી દરખાસ્‍તો નિયત સમય મર્યાદામાં ‘‘વિમા નિયામકશ્રી, વિમા નિયામકની કચેરી, રાજ્ય વિમા નિધિ, ગુજરાત સરકાર, ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્‍લોક નં. ૧૭, ૩ જો માળ, જુના સચિવાલય, ગાંધીનગર’’ ને મોકલી આપવાની રહેશે.
વધુમાં વિદ્યાર્થીનું મૃત્‍યું, કાયમી અપંગ, અથવા અંશતઃ અપંગ થવાનાં, પ્રસંગે, સંબંધિત શાળાનાં આચાર્યરીએ સાદા પત્રથી તબક્કે સીધી વિમા નિયામકની કચેરીને જાણ કરવાની રહેશે. ત્‍યારબાદ, લાભાર્થી / વારસદાર તરફથી નિયત સમય અને નમૂનામાં કચેરીને જાણ કરવાની રહેશે. ત્‍યારબાદ, લાભાર્થી / વારસદાર તરફથી નિયત સમય અને નમૂનામાં જરૂરી આધારો સહિતની દરખાસ્‍ત મેળવી લઇ, આવી દરખાસ્‍ત તાલુકા કક્ષાએ નહીં મોકલતાં, સીધી જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારીની કચેરીએ મોકલવાની સંબંધિતોને સૂચના આપી, આવી દરખાસ્‍તો જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારીશ્રીએ સીધી મેળવી લઇ, દરખાસ્‍તની સંપૂર્ણ ચકાસણી, નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપી, વિમા નિયામકની કચેરીને મોકલી આપવાની રહેશે. તેમજ આ યોજનાને લગતી માહિતી સરકારશ્રી દ્વારા માંગવામાં આવે ત્‍યારે, ત્‍વરીત અને સચોટ રીતે પૂરી પાડી શકાય તે માટે, તા. ૧-૪-૨૦૦૮ થી આ સાથે સામેલ પત્રક-૧ મુજબનું જિલ્‍લા કક્ષાએ રજીસ્‍ટર નિભાવી, માસનાં અંતે પત્રકઃર મુજબની તારીજ તૈયાર કરી વડી કચેરી ખા તે દર માસની ૧૦ મી તારીખ સુધીમાં રૂબરૂ રજૂ કરી, વડી કચેરી ખાતે નિભાવવામાં આવનાર રજીસ્‍ટરમાં જાતે જ નોંધ કરવાની રહેશે.                                                                            બિડાણ : ઉપર મુજબ 
(ડૉ. એસ. બી. માંડલિક)
નાયબ શિક્ષણ નિયામક 
ગુ. રા. ગાંધીનગર










પરિશિષ્‍ટ
મૃત્‍યુ પામેલ કે કાયમી અપંગતાના લાભાર્થીના વારસદાર / અપંગ લાભાર્થીએ વીમાની રકમ મેળવવા રજૂ કરવાની અરજીનો નમૂનો.
                હું/ અમે સહી કરનાર શ્રી/શ્રીમતિ..................................................................................... સરનામું .......................................................................................................જાહેર કરું છું / કરીએ છીએ કે શ્રી/શ્રીમતિ .................................................................................... ને તા. ...........................ના રોજ અકસ્‍માત થવાથી .................................... ગામમાં (સ્‍થળનું નામ) મૃત્‍યુ થયેલ છે અથવા કાયમી / અંશતઃ અપંગ થયેલ છે. આ સબબ હું/અમે સ્‍વર્ગસ્‍થ ના વારસદાર તરીકે ગુજરાત સામુહિક જુથ અકસ્‍માત વીમા યોજના દાવાની રકમ રૂ. ............................... માટે અરજી મોકલું છું / મોકલીએ છીએ કે,
જે નીચે દર્શાવેલ મારા / અમારાં બેંક ખાતામાં બારોબાર જમા કરાવી અને તેની જાણ કરવા / મારા સરનામે મોકલી આપવા વિનંતી છે.
મૃત્‍યુ પામેલ / અપંગ થયેલ વ્‍યક્તિ અંગેની માહિતી.

નામ :-

પિતાપતિનું નામ :-

પુરૂ સરનામું :-

ઉમર (પુરાવા સાથે) :-

જાતિ (પુરુષ/સ્‍ત્રી) :-

મૃત્‍યુની તારીખ, સ્‍થળ :-

અકસ્‍માતનું ટૂંકમાં વિવરણ :-

શારીરિક અપંગતાની વિગત :-
વિવરણમાં અકસ્‍માતનું સ્‍થળ, ગામ, તાલુકો, મૃત્‍યુની તારીખ, અકસ્‍માત નોંધાયો હોય તો પોલીસ સ્‍ટેશન, પંચાયતનું નામ સરનામું, તબીબી સારવાર લીધી હોય તેની વિગતો દર્શાવવી અને તેના લગતા આનુસંગિક પુરાવાઓ અરજી સાથે સામેલ કરવા.)

(૨) મૃત્‍યુ પામેલ વ્‍યક્તિના આશ્રિતોની માહિતી - ૧
અ.નં.
નામ    
ઉમર 
મૃત્‍યુ પામેલ વ્‍યક્તિ સાથેનો સંબંધ                               

   













(૩) બેંકની વિગત :
અ.નં.
બેંકનું નામ        
ખાતાનંબર      
બેંકનું સરનામું                             








(૪) ગુજરાત...............સામુહિક જુથ (જનતા) અકસ્‍માત વીમા યોજના હેઠળ તેઓ (અ) ખાતેદાર ખેડૂત (બ) અસંગઠિત કામદાર (ક) પ્રાથમિક / માધ્‍યમિક શાળાના વિદ્યાર્થી (ડ) કોલેજ / આઇ.ટી.આઇ. ના વિદ્યાર્થી (ઇ) ............ તરીકે નોંધાયેલ છે.
અરજી સાથે (૧) ખાતેદાર ખેડૂતના કિસ્‍સામાં ૭/૧૨ નો ઉતારો / ક્રેડીટ કાર્ડ / ખેડૂત પોથીની નકલ (૨) અસંગઠિત કામદારના કિસ્‍સામાં સ્‍થાનિક મજૂર અધિકારીનું પ્રમાણપત્ર. (૩) પ્રાથમિક / માધ્‍યમિક શાળા કોલેજ / આઇ.ટી.આઇ. ના વિદ્યાર્થીના કિસ્‍સામાં શાળા/કોલેજ/આઇ.ટી.આઇ. નું પ્રમાણપત્ર તેમજ (૪) મૃત્‍યુ પ્રમાણપત્ર / કાયમી અપંગતાનું (PPD) સિવિલ સર્જન/અધિકૃત તબીબી અધિકારીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ આ સાથે સામેલ છે.
લાભાર્થી/વારસદારની સહી...................................


પરિશિષ્‍ટ-૨

સક્ષમ અધિકારીએ આપવાનું પ્રમાણપત્ર

             (૧) આથી પ્રમાણિત કરવામાં આવે છે કે શ્રી/શ્રીમતિ............................................................... સરનામું..................................................................................................... ગુજરાત ............................... સામુહિક જુથ (જનતા) અકસ્‍માત વીમા યોજના હેઠળ આવરી લેવાયા હતા. અને તે/તેમનું અકસ્‍માત થી મૃત્‍યુ / કાયમી / અંશતઃ અપંગ થયેલ છે. તેમના દાવાની અરજીમાં દર્શાવેલ શ્રી/શ્રીમતિ ................................... ............................................. ને વીમા રકમ પેટે રૂ. ............................... ચુકવવાપાત્ર થાય છે.
(૨) તેઓ (અ) ખાતેદાર ખેડૂત (બ) અસંગઠિત કામદાર (ક) પ્રાથમિક / માધ્‍યમિક શાળાના વિદ્યાર્થી / કોલેજના વિદ્યાર્થી / આઇ.ટી.આઇ. ના વિદ્યાર્થી છે.
(૩) રજુ કરેલ અરજી અન્‍વયે જરૂરી તપાસ કરવામાં આવેલ છે અને લાભાર્થી આ યોજનાની શરતો મુજબ વીમા દાવાની રકમ મેળવવા પાત્ર થાય છે તેની ખાતરી કરવામાં આવે છે.
(૪) લાભાર્થી અંગેના જરૂરી પ્રમાણપત્રો જેવા કે

૭/૧૨ નો ઉતારો / ખેડૂતપોથી/ ક્રેડીટ કાર્ડ / શાળા / કોલેજના વિદ્યાર્થી હોવાનું પ્રમાણપત્ર

ખેતમજુર તરીકેનું ઓળખપત્ર

પોસ્‍ટમોર્ટમ રીપોર્ટ અને અનિવાર્ય વિશિષ્‍ટ સંજોગોમાં જિ. કલેકટરનું પ્રમાણપત્ર

એફ.આઇ.આર.

જન્‍મ-મરણ નોંધણી અધિકારીનું મરણનું પ્રમાણપત્ર

કાયમી અપંગતાના કિસ્‍સામાં સબંધિત જીલ્‍લાના સિવિલ સર્જન સ્‍થાનિક અધિકૃત તબીબી અધિકારીનું પ્રમાણપત્ર.

અકસ્‍માત બાબતનું પંચનામું

કોર્ટ કેસ થયો હોય તો તેના ચુકાદાની નકલ.
જરૂર હોય ત્‍યાં ઉમરનો પુરાવો ની જરૂરી ચકાસણી કરવામાં આવેલ છે અને તેની નકલો આ સાથે સામેલ છે.
તારીખ :
સ્‍થળ :
ઓફીસ સીલ
                                                 સક્ષમ અધિકારીની સહી.................
હોદ્દો




પરિશિષ્‍ટ
એડવાન્‍સ રીસીપ્‍ટ
                 આથી હું નીચે સહી કરનાર શ્રી / શ્રીમતિ .............................................................. સરનામું .................................................................................... આથી પહોંચ લખી આપું છું કેમને ગુજરાત સરકારની સામુહિક જુથ અકસ્‍માત વીમા યોજના હેઠળ વીમા કંપની તરફથી રૂ..................... ......................... અંકે રૂપિયા ....................................................... પુરા મળેલ છે.
તારીખ                                                       નાણાં લેનારનીસહી...................................
સ્‍થળ :





પરિશિષ્‍ટ
કલેકટર જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ, પી. એમ. રિપોર્ટ ના વિકલ્‍પે આપવાનું પ્રમાણપત્ર
             આથી પ્રમાણિત કરવામાં આવે છે કે શ્રી / શ્રીમતિ........................................................ નું તા. ....................... ના રોજ ............................... મુકામે ....................................... ના રોજ થયેલ અકસ્‍માતના કારણથી અવસાન થયેલ છે. FIR No. .................... થી .................. પો. સ્‍ટેશન ખાતે નોંધાયેલ છે. વિશિષ્‍ટ અનિવાર્ય સંજોગોમાં મૃતકનો પી.એમ. રીપોર્ટ થઇ શકેલ નથી અને તેના વિકલ્‍પે ગુજરાત સામુહિક જુથ અકસ્‍માત વીમા પોલીસી હેઠળ ખાતેદાર ખેડૂત /અસંગઠિત કામદાર / પ્રાથમિક / માધ્‍યમિક શાળા / કોલેજ / આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થી.... તરીકે વીમા દાવા માટે જરૂરી પુરાવાની ચકાસણીને આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે.

કલેકટર અને જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ