July 31, 2012


ભગતસિંહ
ભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે કેટલાયે વીરો થઈ ગયાં અહીંયા અને આગળ પણ થશે પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઇ પહેલા થયાં હતાં કે ન આગળ થશે. છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત પ્રેરણારૂપ સમાન છે. જે ખુબ જ ઓછુ જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઇ પણની ગુલામી વિના. તેઓ હાલ પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિશાલ છે.

ભગત સિંહ કે જેમનુ નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનુન આવી જાય છે અને એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયાં હતાં અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. કે જેને આપણે સદીઓ સુધી ભુલી શકીએ તેમ નથી. તેઓ આજે પણ નવયુવાનો ને જાણે કે પ્રેરણા આપતાં હોય તેવું લાગે છે.

ભગત સિંહ 1907માં 27મી સપ્ટેમ્બરે લયલપુરમાં બંગા નામના ગામમાં જન્મ્યાં હતાં. તેમની માતાનું નામ વિધ્યાવતી અને પિતાનું નામ સરદાર કિશનસિંહ હતું. ભગતસિંહ નાનપણથી જ દેશભક્તિના વાતાવરણમાં જન્મ્યા હતાં. પરંતુ કરતાર સિંહનાં મૃત્યુંની તેઓના મગજ પર ખુબ જ ઉંડી અસર થઈ હતી જેઓને તેઓ પોતાના આદર્શ માનતા હતા અને તેમને 19 વર્ષની ઉંમરે ફાંસી પર લટકાવી દીધા હતાં. તેમને મનમાં નિશ્ચય કર્યો હતો કે ગમે તે થાય પરંતુ તેઓ અંગ્રેજોને ભારતમાંથી ભગાવીને જ જંપશે તેના માટે તેઓ પોતાની કુરબાની આપવા માટે પણ તૈયાર થઈ ગયાં હતાં.

જ્યારે જલીયાવાલા બાગનો હત્યાંકાંડ થયો હતો તે સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો પર ગોળીઓ ચલાવી હતી જે જોઈને ભગતસિંહનું મન ખુબ જ હચમચી ગયું હતું. તે વખતે તેઓએ ત્યાં પડેલા શહીદોના લોહીને અડકીને અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી હતી. તેમના આ સાહસમાં તેમના ભાગીદાર હતાં સુખદેવ અને રાજગુરુ. જે તેમના ખાસ મિત્રો હતાં.

સાઇમન કમીશનને કારણે લાલા લજપતરાયનું મૃત્યું થયું હતું તેથી ભગતસિંહ અને રાજગુરુએ ભેગા મળીને સાયમન કમીશન મી. સુંદરની હત્યા કરી હતી. ત્યાર બાદ તેઓએ અંગ્રેજો દ્વારા જાહેર કરેલ 'યુનીયન ડીસપ્યુટ બીલ' અને ' પબ્લીક સેફ્ટી બીલ' નો વિરોધ કર્યો હતો. અને બ્રીટીશ ગવરમેન્ટની એસેમ્બલીમાં બોમ્બ ફેક્યો હતો. તેથી ભગતસિંહ અને તેમના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ 1929, 8મી એપ્રીલે ભગતસિંહ સહિત સુખદેવ, રાજગુરુ અને શિવારામને ફાંસી આપવામાં આવી હતી.

ગણિત ગમ્મત


ગણિત ગમ્મત
1 x 8 + 1 = 9
12 x 8 + 2 = 98
123 x 8 + 3 = 987
1234 x 8 + 4 = 9876
12345 x 8 + 5 = 98765
123456 x 8 + 6 = 987654
1234567 x 8 + 7 = 9876543
12345678 x 8 + 8 = 98765432
123456789 x 8 + 9 = 987654321


1 x 9 + 2 = 11
12 x 9 + 3 = 111
123 x 9 + 4 = 1111
1234 x 9 + 5 = 11111
12345 x 9 + 6 = 111111
123456 x 9 + 7 = 1111111
1234567 x 9 + 8 = 11111111
12345678 x 9 + 9 = 111111111
123456789 x 9 +10= 1111111111


અંકજ્ઞાન
એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, દસ અબજ, ખર્વ, નિર્ખવ, મહાયદમ, શંકુ, જલદી, અન્ત, મધ્ય, પરાર્થ, શંખ, દસ શંખ, રતન, દસ રતન, ખંડ, દસ ખંડ, સુઘર, દસ સુઘર, મંન, દસ મંન, વજી, દસ વજી, રોક, દસ રોક, અસંખ્ય, દસ અસંખ્ય, નીલ,દસ નીલ, પારમ, દસ પારમ, કંગા, દસ કંગા, ખીર, દસ ખીર, પરબ, દસ પરબ, બલમ, દસ બલમ