ગુજરાતી ફોનેટીક
કીબોર્ડ વાપરવું હોય તો પહેલાં વીન્ડોઝમાં ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરવો પડે છે.
વાસ્તવમાં તો યુનિકોડ ફોન્ટ્સ થકી ગુજરાતી લખવું હોય તો પણ ગુજરાતી ભાશા આધાર
સ્થાપીત કરવો પડે છે. નીચે છબીઓ દ્વારા બધાં જ પગલાં આપ્યાં છે.
વીન્ડોઝ 'XP'માં પહેલાં ગુજરાતી
આધાર સ્થાપીત કરવો, પછી
ઇચ્છા હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કરવું, અને પછી ઇચ્છિત ગુજરાતી
કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું.
વીન્ડોઝ 'Vista'માં અને '7'માં ગુજરાતી આધાર
સ્થાપીત કરાવાની આવશ્યકતા નથી કારણ કે સ્થાપીત હોય જ છે. કેવલ ઇચ્છા હોય તો
ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કરવું, અને પછી ઇચ્છિત ગુજરાતી
કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું.
વીન્ડોઝ 'XP'માં ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરો
1.
પહેલાં કન્ટ્રોલ
પેનલમાં Regional and Language Options ખોલો.
2. Languages ટેબમાં Supplemental
language support છે ત્યાં Install
files for complex script and right-to-left languages (including Thai) છે તે ઑપ્શનનું (option) બોક્ષ ચેક કરો. ચેક કર્યા પછી ડાયલોગ બોક્ષ આવશે તેમાં 'OK' ક્લિક કરવું પછી
કૉમ્પ્યુટર ફરી ચાલું કરવું પડશે. નોંધ કરો કે Install files for East Asian languages નથી ચેક કરવાનું.
3. કૉમ્પ્યુટર ફરી ચાલું થાય ત્યારે Languages ટેબમાં જઈ અને Details ક્લિક કરો.
4. Add ક્લિક કરો અને બીજું ડાયલોગ બોક્ષ આવશે.
5. આ ડાયલોગ બોક્ષમાં ગુજરાતી ભાશા ખોળીને પસંદ
કરો.
એક ભાશાને અનેક
કીબોર્ડ લેઆઉટ હોય શકે. જો આપે મારું ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત
કર્યું હોય તો તે પસંદ કરો. ના કર્યું હોય તો અત્યારે
સ્થાપીત કરીને પછી ફરી અહિથી શરું કરો. બેથી વધારે પણ
કીબોર્ડ લેઆઉટ પસંદ કરી શકાય છે અને જે
પસંદ કરો તે લેન્ગવેજ બારમાં દેખાશે.
6. ગુજરાતી કીબોર્ડ ઉમેર્યાં પછી પહેલાંનું
સ્ક્રિન હતું તેમાં દેખાશે.
વીન્ડોઝ 'Vista'માં અથવા '7'માં ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરો
'XP'નાં પગલાં છે તેમ જ 'Vista'નાં અથવા '7'નાં સરખાં છે. કન્ટ્રોલ પેનલનો દેખાવ
જરાક જુંદો છે. બીજું ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરેલો જ હોય છે. ફક્ત ગુજરાતી
કીબોર્ડ ઉમેરવાનું હોય છે. જો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરવું હોય તો અત્યારે
સ્થાપીત કરીને આ પગલાં ભરો.
1. 'Vista'ના કન્ટ્રોલ પેનલમાં Regional
and Language Options ક્લિક કરો અથવા 'Windows 7'ના કન્ટ્રોલ પેનલમાંRegion and Language ક્લિક કરો.
2. Change keyboards... ક્લિક કરો. અહિયાં આપણે કીબોર્ડ નહિ
બદલીએ પણ કીબોર્ડ ઉમેરીશું.
3. પછી Add ક્લિક કરો.
4. 'ગુજરાતી' ભાશા શોધી અને જે કીબોર્ડ લેઆઉટ ઉમેરવું હોય તે
ચેક કરો.
ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કર્યું હોય તો
દેખાશે.
ના દેખાતુ હોય તો
સ્થાપીત કરીને અહિયાંથી પગલાં અનુસરો. બેથી વધારે
કીબોર્ડ લેઆઉટ ઉમેરી શકાય છે.
5. કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી પહેલાનું સ્ક્રિન
હતું તેમાં દેખાશે.
ગુજરાતી ફોનેટીક કીબોર્ડ
લેઆઉટ સ્થાપીત કરો
વીન્ડોઝ 'Vista'માં
અને '7'માં
ગુજરાતી ફોનેટીક કીબોર્ડની ફાઈલ ડાઉનલોડ કરીને ડબલ-ક્લિક કરીને સ્થાપીત કરવું.
વાન્ડોઝ 'XP'માં
પહેલાં ગુજરાતી આધાર સ્થાપીત કરીને પછી ફાઈલ ડાઉનલોડ કરીને સ્થાપીત કરવું.
2. 'Winzip'
અથવા 'Winrar' થકી સંકુચિત ફાઈલો કૉમ્પ્યુટરના એક ફોલ્ડરમાં
અસંકુચિત કરો (uncompress).
3. 'Setup.exe'
ડબલ-ક્લિક કરો. 'Vista'માં અથવા '7'માં 'UAC prompt' ક્લિક કરવું પડશે.
4. કંન્ટ્રોલ પેનલનાRegion and Language Options મેનુમાં જઈને Gujarati
Phonetic કીબોર્ડ લેઆઉટ ઉમેરો.
લેન્ગવેજ બાર
ગુજરાતી કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી Alt+Shift બટન દબાવવાથી ગુજરાતી ભાશા અક્ટિવ
કરાશે. લેન્ગવેજ બારને દ્રશ્ય રાખશો તો 'EN'ના બદલે 'GU' થઈ જશે. ગુજરાતીને અક્ટિવ કરવા માટે
માઉસથી પણ લેન્ગવેજ બારમાં ક્લિક કરી શકાય.
|
|
|