August 1, 2012

ઈ-ચોપડીઓ

કહેવત ભંડાર કાવ્ય રત્નમાળા-૧ 

કાવ્ય રત્નમાળા-૨ 

લગ્ન ગીત 

રાસ-ગરબા 

લોકગીત 

ગીત-ગુંજન ભાગ-૧ 

ગીત-ગુંજન ભાગ-૨ 

ભક્તિ ગીત 

બાળ બોધ 

બાળ ગીત 

બાળ વાર્તા 

સંગીત નૃત્ય નાટિકા પ્રકાશ છાયા 

સંગીત નૃત્ય નાટિકા રાસ-દુલારી

>> લોકપ્રિય બાળવાર્તાઓ ભાગ - ૧   (સાઈઝ ૧.૨૮ એમ.બી.) <<

>> લોકપ્રિય બાળવાર્તાઓ ભાગ - ૨   (સાઈઝ ૨.૪૦ એમ.બી.) <<

દાદીની પ્રસાદી   ૩૧૬ કે.બી.
કોમ્પ્યુટરની ક્લીકે   ૪૯૮ કે.બી.
Gujarati-English Learner's Dictionary   ૧.૦૧ એમ.બી.
Monolingual and Bilingual Dictionaries in Gujarat  ૧૧૪ કે.બી.
દિવાસ્વપ્ન [ગુજરાતી]  ૩૯૧ કે.બી.
Divaswapna [ગુજરાતી ‘દિવાસ્વપ્ન’નો અંગ્રેજી અનુવાદ]   ૨૪૩ કે.બી.
दिवास्वप्न [ગુજરાતી ‘દિવાસ્વપ્ન’નો હિન્દી અનુવાદ]   ૨,૩૭૦ કે.બી.
સરળ રોગોપચાર  ૨.૦૮ એમ.બી.
ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ ભાગ - ૧
ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ ભાગ - ૨
  ૮.૮૮ એમ.બી.

  ૭.૯૯ એમ.બી.
૧૦પી.ડી.એફ. ઈ-બૂક  ૭૧૪ કે.બી.
૧૧જોડણીના નિયમો  ૮૭.૨ કે.બી.
૧૨ગૌરવ ગુર્જરી  ૬.૯ એમ.બી.
૧૩ગીત ગુર્જરી  ૪ એમ.બી.
૧૪શબ્દસૂરના સાથિયા  ૦.૯૮ એમ.બી.

July 31, 2012


ભગતસિંહ
ભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે કેટલાયે વીરો થઈ ગયાં અહીંયા અને આગળ પણ થશે પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઇ પહેલા થયાં હતાં કે ન આગળ થશે. છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત પ્રેરણારૂપ સમાન છે. જે ખુબ જ ઓછુ જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઇ પણની ગુલામી વિના. તેઓ હાલ પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિશાલ છે.

ભગત સિંહ કે જેમનુ નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનુન આવી જાય છે અને એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયાં હતાં અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. કે જેને આપણે સદીઓ સુધી ભુલી શકીએ તેમ નથી. તેઓ આજે પણ નવયુવાનો ને જાણે કે પ્રેરણા આપતાં હોય તેવું લાગે છે.

ભગત સિંહ 1907માં 27મી સપ્ટેમ્બરે લયલપુરમાં બંગા નામના ગામમાં જન્મ્યાં હતાં. તેમની માતાનું નામ વિધ્યાવતી અને પિતાનું નામ સરદાર કિશનસિંહ હતું. ભગતસિંહ નાનપણથી જ દેશભક્તિના વાતાવરણમાં જન્મ્યા હતાં. પરંતુ કરતાર સિંહનાં મૃત્યુંની તેઓના મગજ પર ખુબ જ ઉંડી અસર થઈ હતી જેઓને તેઓ પોતાના આદર્શ માનતા હતા અને તેમને 19 વર્ષની ઉંમરે ફાંસી પર લટકાવી દીધા હતાં. તેમને મનમાં નિશ્ચય કર્યો હતો કે ગમે તે થાય પરંતુ તેઓ અંગ્રેજોને ભારતમાંથી ભગાવીને જ જંપશે તેના માટે તેઓ પોતાની કુરબાની આપવા માટે પણ તૈયાર થઈ ગયાં હતાં.

જ્યારે જલીયાવાલા બાગનો હત્યાંકાંડ થયો હતો તે સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો પર ગોળીઓ ચલાવી હતી જે જોઈને ભગતસિંહનું મન ખુબ જ હચમચી ગયું હતું. તે વખતે તેઓએ ત્યાં પડેલા શહીદોના લોહીને અડકીને અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી હતી. તેમના આ સાહસમાં તેમના ભાગીદાર હતાં સુખદેવ અને રાજગુરુ. જે તેમના ખાસ મિત્રો હતાં.

સાઇમન કમીશનને કારણે લાલા લજપતરાયનું મૃત્યું થયું હતું તેથી ભગતસિંહ અને રાજગુરુએ ભેગા મળીને સાયમન કમીશન મી. સુંદરની હત્યા કરી હતી. ત્યાર બાદ તેઓએ અંગ્રેજો દ્વારા જાહેર કરેલ 'યુનીયન ડીસપ્યુટ બીલ' અને ' પબ્લીક સેફ્ટી બીલ' નો વિરોધ કર્યો હતો. અને બ્રીટીશ ગવરમેન્ટની એસેમ્બલીમાં બોમ્બ ફેક્યો હતો. તેથી ભગતસિંહ અને તેમના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ 1929, 8મી એપ્રીલે ભગતસિંહ સહિત સુખદેવ, રાજગુરુ અને શિવારામને ફાંસી આપવામાં આવી હતી.